વડોદરાની પ્રાણીપ્રેમી ગરિમાબેન માલવણકર ગાંધીનગર સચિવાલયમાં જોબ કરે છે. તેની પાસે એક પ્લુટો નામક કૂતરો હતો. જેને તે ખૂબ જ પ્યાર કરતી હતી. પરંતુ પ્લુટો ટૂંકી માંદગીના અંતે મૃત્યુ પામ્યો હતો જેનો ગરિમાબેનને ખૂબ જ આઘાત લાગ્યો હતો. એક દિવસ વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં ફરતા દીપડા જોતાં તેને પ્લુટોની યાદ આવતા તેને કોર્પોરેટરની મદદથી દીપડો દત્તક લેવા કાયદાકીય કાગળો કરે છે અને પ્લુટોના જન્મદિવસ પહેલા દીપડો દત્તક લે છે.
Advertisement