Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ તાલુકાનાં જોરાપુરામાં કાદવવાળા રસ્તે ટેન્કર ફસાયુ.

Share

નડીયાદ તાલુકાના દવાપુરા તાબેના જોરાપુરા ગામમાં દૂધ મંડળી જવાનો બાયપાસ રોડ કાદવ કીચડથી ખદબદી ઉઠ્યો છે. આ રસ્તા પર આજે સવારે દૂધનું ટેન્કર ફસાઈ ગયું હતું જે ભારે જહેમત બાદ બહાર કાઢવામાં ગ્રામજનોને સફળતા મળી હતી.

નડિયાદ તાલુકાના દવાપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોરાપુરા તેમજ એરંડીપુરા આવેલા છે. જોરાપુરા દૂધ મંડળીથી પ્રાથમિક શાળા ભાથીજી મંદિર થઈ બાયપાસ રસ્તામાં ચોમાસામાં કાદવ કિચડ સર્જાતા એમ્બ્યુલન્સ વાન પણ આવી શકતી નથી. આ કાચા રસ્તા પરથી નીકળી શકાય નહીં તેવી સ્થિતિ સર્જાય છે. ગુરૂવારે સવારે દૂધ લેવા ગામમાં આવેલું ટેન્કર કાદવમાં ફસાઈ ગયું હતું. જેથી ગ્રામજનોની ભારે જહેમત બાદ ટેન્કર બહાર નીકળ્યું હતું. આ રસ્તો આરસીસી કે ડામર રોડ બનાવવા અવારનવાર તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અમદાવાદીઓને મળશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ : 600 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ…

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કંપાઉન્ડમાં લાગી આગ, ફાયર અને કર્મચારીઓ થયા દોડતા, જાણો શું છે કારણ ?

ProudOfGujarat

અંકલેશ્વર ની શ્રી હરિ ઈન્ડસ્ટીયલ એસેટ માં બિન અધિકૃત રીતે કેમિકલ યુક્ત દ્રમ ધોવાણ કરતા પટેલ દંપતી સામે ગુનો દાખલ કર્યો હતો. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!