Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદથી મીનાવાડા મંદિરે ધજા ચઢાવવા નિકળેલા પદયાત્રી સંઘને રસ્તામાં અકસ્માત નડ્યો.

Share

નડિયાદ સાંઈબાબા નગર ખાતે હેમન કૈલાશ રામપ્રસાદ ગોસાઈ પોતાના પરિવાર સાથે રહે છે. બુધવાર વહેલી સવારે તેઓના કુટુંબના ૨૦ જેટલા સ્ત્રી પુરુષો ચાલતા મીનાવાડા દશામાના મંદિરે ધજા ચઢાવવા નીકળ્યા હતા.

દરમિયાન નડિયાદ મહુધા રોડ પર મંગળપુરા સીમમાં અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી ચાલતા નીકળેલા જગદીશભાઈ બુધ્ધે અજમેરી, બીડકી કૈલાશ ગોસાઈ તથા તેમની પત્ની નંદનીને અડફેટમાં લેતા ત્રણેય પદયાત્રી રોડ પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ અજાણ્યો શખ્સ પોતાનું વાહન લઇ નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને ખાનગી વાહનમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જગદીશભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મહિલા સહિત અન્ય વ્યક્તિને પાંસળી પર ફેક્ચર થયું હતું. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ગુનો નોંધી તપાસ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અનાજ કરિયાણા દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલિંગ કરતા એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

વાંકલની લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં વિકલાંગ સહાય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર છાપરા પાસે ખાડીમાં મહાકાય મગર દેખાતા તેને જોવા લોક ટોળા જામ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!