Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદના બાળકો હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઝળક્યા.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદના બાળકો આઝાદી કા અમૃત મહોત્સવ આધારિત હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધા બી. આર. સી. ભવન ઝાડેશ્વર ભરૂચ ખાતે યોજવામાં આવી હતી.

જેમાં હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદના બાળકો નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે શેખ મહંમદ અયાન આરીફ, આર્ટ એન્ડ ક્રાફટમાં પ્રથમ ક્રમે શાહ રીમઝીમ નવલકિશોર, ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે પઠાણ મહેકબાનું સમીમખાન, રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રામાં તૃતીય ક્રમે શાહ રોઝમીનબાનું રીઝવાન વિજેતા જાહેર થતાં શાળા, ગામનું તેમજ તાલુકાનું નામ રોશન કરેલ છે. વધુમાં શેખ રૂહીનબાનું એ પણ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ હાંસોટ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, કેળવણી નિરીક્ષક ઈરફાન શેખ, બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર અશોકકુમાર પટેલ દ્વારા અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સુરત-વિજાપુરમાં ર, કપરાડામાં દોઢ ઇંચ ગુજરાતના ૯૦ તાલુકાઓમાં ઝરમર અને ઝાપટાનો વરસાદ

ProudOfGujarat

ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ દુબઇ ટેકરી વિસ્તાર માં આવેલ જી ઇ બી ના ટ્રાન્સફોર્મર માં આચનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના હિંગોરીયા ગામે ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડામાં ૧૦ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!