Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ શહેરમાં ભવ્ય પોલીસ તિરંગા યાત્રા નીકળી.

Share

નડિયાદ શહેરના રેલવે સ્ટેશન ખાતેથી ખેડા જિલ્લા પોલીસ તંત્ર આયોજિત પોલીસ તિરંગા યાત્રા નીકળી હતી. દેશભક્તિના ગીત સાથે તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં તિરંગા હાથમાં લઇને મુખ્યદંડક પંકજ દેસાઇ સહિત પોલીસ જ્વાનો જોડાયા હતા. આ યાત્રા નગરના સરદાર પટેલ પ્રતિમા થઇ સ્ટેશન રોડ, સંતરામ રોડ, પારસ સર્કલ ઈપ્કોવાલા ગ્રાઉન્ડમાં પહોંચી હતી. જ્યા તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. નગરમાં નીકળેલી પોલીસ તિરંગા યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. નડિયાદમાં ઘર, ઓફિસ, વાહનો ઉપર તિરગા લહેરાવવામાં આવ્યા હતા. તેમજ જિલ્લામાં ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદથી લગ્ન મંડપ તુટી પડયો.

ProudOfGujarat

ઝઘડિયાના અવિધા ગામેથી દારુ બનાવવાનો અખાદ્ય ગોળ તેમજ ગુંડેચા નજીકથી શંકાસ્પદ ડિઝલ ઝડપાયું.

ProudOfGujarat

દહેજની એલાઇવસ લાઇફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વેળાં આગ ભભુતાં ત્રણ કર્મચારીઓ દાઝ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!