Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત 7 હોદ્દેદારોએ 25 વર્ષનો કોંગ્રેસનો હાથ છોડ્યો.

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત સાત હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લા અને રાજ્યમાં ભાજપ અને આપ સંગઠન વધુ મજબૂત કરી રહ્યા છે. જ્યારે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, નારાજગી, અસંતોષ ભભૂકી રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી 45 હોદ્દેદારોના નારાજગી નામાં પડી ચુક્યા છે.

હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ગુરૂવારે મોટો ભૂકંપ સર્જાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુથ કોંગ્રેસના રાધે પટેલ, કિશોરસિંહ અને રાકેશ ગોહિલે પક્ષના સભ્ય અને હોદા પરથી રાજીનામાં ધરી દીધા છે.

Advertisement

ગુરૂવારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત સાતે હોદેદારોએ પત્રકાર પરિષદ યોજી 25 વર્ષથી કોંગ્રેસ સાથે રહેલો સાથ છોડ્યાની સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી તેઓ પક્ષમાંથી રાજીનામુ આપતા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. સાથે જ આગામી સમયમાં ક્યાં રાજકિય પક્ષમાં જોડાશે તેની પણ સત્તાવાર જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું.

કોંગ્રેસ પાર્ટીમાં હવે માન સન્માન જળવાતું નહિ હોવાના પણ આક્ષેપ કરાયા હતા. દિલ ઉપર ચોટ લાગતા નારજગીનામું આપી દીધું હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. પ્રદેશ પ્રમુખ એક જ વાત કરતા હતા જેને રહેવું હોય તે કોંગ્રેસમાં રહે બાકી જતા રહે.

ભરૂચ પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર સામે કાર્યવાહીની જગ્યાએ છાવરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાએ નિર્ણય શક્તિ અને સંગઠનનો અભાવ હોવાનો પણ મત વ્યક્ત કરાયો છે. શહેર કોંગી પ્રમુખ વિક્કી શોખી 25 વર્ષથી એક કોંગ્રેસમાં જોડાયેલા હતા અને આ તેમની બીજી ટર્મ હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચના કંબોલી માધ્યમિક શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિર રાધા વલ્લભ મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

બંધારણની જોગવાઈના અસરકારક અમલ માટે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!