Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે કરી : ડામરના રોડ પર પડેલા ખાડા પુરવા ભરૂચ નગરપાલિકા પેવર બ્લૉકના સહારે.

Share

ચાલુ વર્ષે ચોમાસાની સ્થિતિમાં ભરૂચ નગરપાલિકામાં રસ્તા બનાવવા કોન્ટ્રાક્ટ મેળવવા ધમપછાડા કરતા કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી ગઇ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મસમોટા ખાડાએ જ્યાં એક તરફ વાહન ચાલકોના શરીરના તમામ હાડકા હલાવી મુક્યા છે તો બીજી રસ્તા પર પડેલા ખાડા બાદ પાલિકા હવે ખાડા પુરવાની કામગીરીમાં લાગી ગઇ છે.

માત્ર ગણતરીના વર્ષ કે મહિનાઓમાં બનેલા રસ્તાઓ આજે બત્તર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ભરૂચના કેટલાય એવા વોર્ડ અને વિસ્તાર છે જ્યાં આજે પણ બિસ્માર માર્ગો પરથી પસાર થવું મુશ્કેલીઓ સમાન બન્યું છે, ઠેરઠેર જાહેર માર્ગો પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી છવાઈ છે. ખાડાને લઇ કેટલાય લોકો હવે આંદોલનના માર્ગે પણ ઉતર્યા છે. ગતરોજ શહેરના ખાડાઓને લઈ રીક્ષા એસોસિએશન દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.

Advertisement

શહેરમાં પડેલા ખાડા પુરવા માટે હવે પાલિકાનું તંત્ર પણ કામે લાગ્યું હોય તેમ એક વાયરલ વીડિયો આજે સોશિયલ મિડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભરૂચ નગરપાલિકા નજીક પડેલા મસમોટા ખાડાને પુરવા માટે પાલીકાના કર્મીઓને હવે પેવર બ્લોકનો સહારો લેવો પડતો હોય તેમ વાયરલ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે, સાથે જ જાગૃત નાગરિક બોલી રહ્યો છે કે રોડ બનાવવાના પણ પૈસા અને તેમાં પડેલા ખાડા પુરવા પેવર બ્લોક બેસાડવાના પણ પૈસા આમ પાલિકા સામે આક્ષેપ કર્યા હતા.

મહત્વની બાબત છે કે પ્રજાના ટેક્સ પૈસે ચાલતી પાલિકા અને વિકાસના કામો કરવાના વચનો આપી શહેરના જે તે વોર્ડ માંથી ચૂંટાયેલા જન પ્રતિનિધીઓ શુ ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૨ કે ૫ વર્ષ ચાલે તેવી ગેરંટીવાળા રસ્તાઓ બનાવવામાં કે તેવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામા સક્ષમ નથી ? કે પછી એક વર્ષે તૂટી જાય તેવા માર્ગોને દર વર્ષે મંજુર કરી પ્રજાના પૈસાનું ઇંધણ કરવા સાથે ભ્રષ્ટાચારને જ પ્રોસાહન આપવું છે તેવી બાબતો હાલ જાગૃત નાગરિકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વડોદરા : લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયુ કાર અને બાઇક વિન્ટેજ પ્રદર્શન, ન જોઈ હોય તેવી કાર એક જ સ્થળે જોવા મળી

ProudOfGujarat

એક્સાઇઝ પોલિસી પર ED ની મોટી કાર્યવાહી, દેશભરમાં 40 સ્થળો પર દરોડા.

ProudOfGujarat

ભરૂચ-હપ્તો ન ભરવામાં આવતા એક સાથે ૧૪ મકાનો ને સીલ મરાયા-સ્થાનિકો કેમ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો-જાણો ક્યાં બની ઘટના…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!