Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં જન્માષ્ટમીના મંડપની આડમાં 17 શકુનીઓને જુગાર રમતા ઝડપાયા.

Share

વલસાડ સીટી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન શહેર પોલીસ મથકના PI દિપક ઢોલને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં રામવાડી ચોકમાં બાંધવામાં આવેલ જન્માષ્ટમીના મંડપમાં કેટલાક ઈસમો તીન પત્તીનો હારજીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ સીટી પોલીસને મળેલી બાતમીના આધારે બાતમીવાળા વિસ્તારમાં બનેલા જન્માષ્ટમીના મંડપમાં ચેક કરતા કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે રેડ કરીને 17 ઇસમોને તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. વલસાડ સીટી પોલીસે દાવ ઉપર લાગેલા રોકડા 226701, કાર, 8 બાઈક અને 16 મોબાઈલ મળી કુલ 4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વલસાડ સીટી પોલીસ મથકે 17 શકુનીઓ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

કાર્તિક બાવીશી : વલસાડ

Advertisement

Share

Related posts

મહેમદાવાદમાં વ્યાજખોરોએ પિતા પુત્રને ધમકી આપતા ફરીદ નોંધાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રેતી ખનન માફિયાઓ સામે તંત્રની કડક કાર્યવાહી, ₹1.50 કરોડનો મુદ્દામાલ સીઝ

ProudOfGujarat

દહેજમાં ૪૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરુ કરવા સીએમ-પીએમને પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!