Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ ગામે શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો.

Share

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા તેમજ હજારોની સંખ્યામાં જન્મેદની ઉમટી હતી. ડીજે ના તાલે લોકો ઝૂમી આનંદોત્સવ મનાવ્યો હતો. આસોપાલવથી મંદિરને શણગાર કરવામાં આવ્યો હતો અને ડેકોરેશન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોના કાળ બાદ પ્રથમવાર મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ ભક્તોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો. જન્મોત્સવ લઈને ભક્તોમાં આનંદ ઉલ્લાસથી ગોકુલ અષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર આયોજન વાંકલ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત : લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈ પર હુમલો, એકનું મોત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે બે ઇસમોએ મહિલાને માર મારતા ફરિયાદ.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની બેઠક પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં ગાંધીનગર મુકામે યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!