Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : રાયછા રોડ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

Share

પાનવડ પોલીસે રાયછા રોડ ઉપરથી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડીમાં ચોરખાનુ બનાવી લઈ જવાતો રૂપિયા ૨૭,૩૦૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સી.એમ.ગામીત ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાનવડને બાતમી મળેલ તે બાતમીના આધારે પાનવડ પોલીસ ટીમ દ્વારા રાયછા રોડ ઉપર વોચ રાખી ઉપરોક્ત ગાડી આવતા ગાડીને ઝડપી પાડી ગાડીમાંથી દારૂની બોટલ નંગ ૫૨ કિંમત રૂપિયા ૨૭,૩૦૦ તેમજ ગાડી કિંમત રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા ૨,૨૭,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી મજબૂતશિહ સમરસિહ ચુડાસમા રહે. ૩૧૩ હુડકો આનંદનગર ભાવનગર તા. જિ . ભાવનગર નાઓની ધરપકડ કરી અન્ય સંડોવાયેલ આરોપીઓને પકડવા પાનવડ પોલીસ ચક્રો ગતિમાન કરેલ છે.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને નિયમો લાગુ પડતાં નથી ! નંબર પ્લેટ વગરનાં વાહનો , આર.ટી.અોના નિયમોની કરાતી ઐસીતૈસી દારૂના કેસો ચોપડે બતાવવાનું નાટક

ProudOfGujarat

દેશભરમાં માનવ અધિકાર માટે લડત આપતી હુમન રાઈટસ એન્ડ સોશ્યલ જસ્ટિસ મિશનના કાર્યકરો અને આગેવાનોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર- 13 વર્ષના બાળકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!