Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ વિજ્ઞાન કોલેજ અને હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ.

Share

5 મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ અને હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કોલેજના પ્રાણીશાસ્ત્ર,વનસ્પતિશાસ્ત્ર, માઇક્રોબાયોલોજી, રસાયણશાસ્ત્ર સહિતના અનેક વિભાગોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રોફેસર તરીકે ફરજ નિભાવી હતી. એક દિવસ માટે બનેલા પ્રોફેસરોમાં અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ વિધાર્થીઓએ વર્ગખંડમાં પણ નવા પ્રોફેસરોને સારો પ્રતિસાદ આપ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ.પાર્થિવ ચૌધરી અને હાઈસ્કૂલનાં આચાર્ય પારસ મોદી દ્વારા પ્રોફેસર તેમજ શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા પ્રભારી સચિવ હૈદરે યોજેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક.

ProudOfGujarat

રાજપીપળા : “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સ અને ગટર સફાઇ માટે રોબોટ મશીનનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

વાઘોડિયા: તંત્રની ઉદાસીનતા.મેઘરાજાની મેહર બાદ વરસાદી કાંસોની સાફ-સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!