Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ૧૨ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આધેડની કરાઈ ધરપકડ.

Share

એક તરફ સરકાર મહિલાઓની સુરક્ષાની વાત કરી રહી છે તો બીજી તરફ સગીર વયની બાળકીઓ સુરક્ષિત ન હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં અંકલેશ્વરના કાપોદ્રા ગામે ઘર આંગણે રમત રમી રહેલી બાળકીને પાડોશમાં જ રહેતા ૫૫ વર્ષીય નરાધમે તેના ઘરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચાર્યું હોવાની ફરિયાદ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે નોંધાય છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એક શૈક્ષણિક શાળામાં આચાર્યએ વિદ્યાર્થીની સાથે વારંવાર દુષ્કર્મ આચાર્યું હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ અંકલેશ્વરના કાપોદ્રા ગામે વિસ્તારમાં રમી રહેલી ૧૨ વર્ષીય બાળકીને પાડોશમાં જ રહેતો ૫૫ વર્ષીય આધેડ રિયાઝ સબીર શેખનાઓએ બાળકીને પોતાના ઘરમાં લઈ જઇ તેની સાથે શારીરિક અડપલા કરવા સાથે દુષ્કર્મ આચાર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીના ઘરમાંથી બાળકી રડતા રડતા નીકળતા પરિવારજનો એ બાળકીને પૂછતા રિયાઝ શેખે તેની કરેલા કૃત્યની વાત વર્ણવતા બાળકીના માતા-પિતાની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો.

Advertisement

બાળકી સાથે પાડોશમાં જ રહેતા ૫૫ વર્ષીય આધેડ રિયાઝ શેખે નીચ કક્ષાનું કૃત્ય કર્યું હોવાને પગલે બાળકીના માતા-પિતા તાબડતો બાળકીને લઈ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને મહિલા પોલીસ એ બાળકીની પૂછપરછ કરી ૫૫ વર્ષીય નરાધમ રિયાઝ શેખ સામે પોકસો તથા બળાત્કાર ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.


Share

Related posts

ભરૂચ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અંકલેશ્વરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન..!:

ProudOfGujarat

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 8 જેટલી ટ્રકમાંથી રૂ.1.30 લાખના ડીઝલની ચોરી.

ProudOfGujarat

રાજપીપળામાં લધુમતિ મોરચા સહિત નર્મદા જિલ્લાનાં ભાજપનાં 8 કાર્યકરોને જિલ્લા પ્રમુખે 6 વર્ષ માટે સભ્યપદ પરથી સસ્પેન્ડ કરયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!