Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં રેંટિયા બારસ નિમિત્તે ભારત સ્કાઉટ્સ & ગાઈડ સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો.

Share

રેંટિયા બારસ એટલે કે ભાદરવા વદ બારસ એ ગુજરાતી પંચાંગ પ્રમાણે ઉજવાતો મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે ત્યારે આજે વડોદરામાં વડોદરા જીલ્લા ભારત સ્કાઉટ્સ & ગાઈડ સંઘ દ્વારા ભાદરવા વદ બારસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે સ્કાઉટ બાલવીરો દ્વારા રોઝરી હાઈસ્કૂલ, પ્રતાપગંજ, ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના ગીતો થકી બાપુને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વડોદરા જીલ્લા ભારત સ્કાઉટ્સ & ગાઈડ સંઘના પ્રમુખ મૌલિન વૈષ્ણવ, વડોદરા મહાનરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત, ગુજરાત કોંગ્રેસના નેતા નરેદ્ર રાવત, અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં સ્કાઉટના બાલવીરો ખાસ ઊપસ્થિત રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સીટી પોલીસ મથક ખાતે એકતાનાં શપથ લેવાયા.

ProudOfGujarat

HTAT(મુખ્ય શિક્ષક )ને મૂળ શાળામાં સેટઅપ મુજબ મુકવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૧૪૮ બુથ પર ચુંટણી યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!