Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : સિટી બસ સેવામાં 42 કરોડનું કૌભાંડ થયું હોવાના કોંગ્રેસ પક્ષના નેતા એ આક્ષેપો કર્યા.

Share

સિટી બસ સેવામાં 42 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો સાથે આજે વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત એ પાલિકાની વડી કચેરી ખાતેનાં કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદ યોજી મીડિયા સમક્ષ વિગતો આપી હતી જે બાદ આ સમગ્ર મામલે વડોદરાના મેયર કેયુર રોકડિયા સાથે મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલને પત્ર લખી તપાસ કરી ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે. તદઉપરાંત આ પત્રની નકલ વડોદરા સ્માર્ટ સિટી કંપની લિમિટેડ CEO એવા ડેપ્યુટી મ્યુનસિપલ કમિશ્નરને મોકલી આપી ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે.

ઈલેકશન નજીક આવી રહ્યું છે તેથી હમણાં આ બાબતે બે પાંચ વર્ષ જૂના મુદ્દા બહાર કાઢવામાં આવ્યા છે તેમ વડોદરાના મેયર કેયુર રોકડિયા એ જણાવી આક્ષેપો ખોટા ગણાવ્યા હતાં પરંતુ રજુઆતના આધારે તપાસ ચોક્ક્સથી કરીશું તેમ ઉમેર્યું હતું.

Advertisement

Share

Related posts

દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૬ માટે ભરૂચ જિલ્લાના ઉમેદવારો અરજી કરી શકશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લમાં ઓછી ઠંડીના પગલે કિસાનો ચિંતામાં ગરકાવ…

ProudOfGujarat

અંકલેશ્વરના એશિયાડ નગર ખાતે આયોજિત નાઈટ ક્રીક્રેટ ટુર્નામેન્ટમાં ફાયનલ મેચ રમાડવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!