Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી મોટરસાયકલ સવાર ફરાર.

Share

ખેડા શહેરમાં પરા દરવાજાની પાસે અંબા માતાના પોળમાં રહેતા નિખિલકુમાર હસમુખલાલ જયસ્વાલ પોતે ટેક્સ પ્રેક્ટિસનો વ્યવસાય કરે છે. તેમની માતા સુશીલાબેન ગત 8 મી ઓક્ટોબરના રોજ બપોરના સુમારે બજારમાં ખરીદી માટે ગયેલા અને પરત પોતાના ઘરે આવતા હતા ત્યારે પરા દરવાજા વાળા રસ્તા પાસે પોળ નજીક ચાલતા જતા હતા. તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ સુશીલાબેનના ગળામાં પહેરેલ સોનાની ચેઇન ખેંચી તોડી ધક્કો મારી ફરાર થઈ ગયો હતો અને આ બાદ આ ચેઈન સ્નેચર નજીક આવેલા મોટર સાયકલ પર બેસી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ આ શખ્સ પલાયન થઈ ગયો હતો. સમગ્ર મામલે આજે નિખિલ કુમાર જયસ્વાલે આ બાબતે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

AIDS Academy અંકલેશ્વર, ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “ASMITA” લીગ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ પાલેજમાં કોંગ્રેસનો સંવાદ.

ProudOfGujarat

સુરત ભીમ અગિયારસનો જુગાર રમતા 153 પકડાયા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પડ્યા……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!