Proud of Gujarat
FeaturedGujaratINDIA

BTP ના સુપ્રીમો છોટુ વસાવા વિધાનસભા ચૂંટણી નહિ લડે, નાદુરસ્ત તબિયતના કારણે લેવાયો નિર્ણય, પુત્ર મહેશ વસાવા ઝઘડિયાથી ઉમેદવારી કરશે, સૂત્ર.

Share

ભરૂચ જિલ્લાના રાજકારણના સૌથી મોટા સમાચાર આજે સૂત્રો તરફથી જાણવા મળ્યા છે,જેમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય અને BTP સુપ્રીમો છોટુ ભાઈ વસાવા આ વખત ની ચૂંટણી નહિ લડે તેવી વાતો સૂત્ર તરફથી વહેતી થઇ છે,સતત ઝઘડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાય ને આવતા છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

છોટુ ભાઈ વસાવાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે,જોકે ઝઘડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે તેઓના પુત્ર અને ડેડીયાપાડા બેઠકના ધારાસભ્ય મહેશ વસાવા ઉમેદવારી કરી શકે છે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે,તેમજ ડેડીયાપાડા બેઠક ઉપરથી BTP બહાદુર વસાવાને ટીકીટ આપી ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવે તેવી અટકળો એ વેગ પકડ્યું છે.

Advertisement

હાલ તો સમગ્ર મામલે છોટુ વસાવા તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથીઃજોકે સૂત્રોનું માનવામાં આવે તો છોટુ વસાવા આગામી ચૂંટણી નહિ લડી પાર્ટીના કાર્ય ઉપર વધુ ફોક્સ કરશે તેમ પણ જાણવા મળી રહ્યું છે,છોટુ વસાવાના એકાએક ચૂંટણી ન લડવાના નિર્ણયના કારણે ઝઘડિયા વિધાનસભા બેઠકનું રાજકીય માહોલ પણ ગરમાયો છે,જોકે પુત્ર મહેશ વસાવા પણ રનિંગ ધારાસભ્ય હોય અને ઝઘડિયા મત વિસ્તાર તેઓનું હોમ ટાઉન હોય તેવામાં હવે મહેશ વસાવા ઝઘડિયા બેઠક પરથી ઝંપલાવી પોતાની રાજકીય કારકિર્દી આગળ વધારશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

सनी सिंह की “उजड़ा चमन” ने रिलीज के पहले दिन अन्य दिवाली रिलीज़ की तुलना में की सबसे अधिक कमाई!

ProudOfGujarat

આરોગ્ય સાથે ચેડા : કોરોનાનાં કપરા કાળમાં ગોધરા સહિત જિલ્લામાંથી છ બોગસ ડોકટર ઝડપાયા, ડીગ્રી વગર કરતા હતા લોકોની સારવાર, પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

અમદાવાદથી મુંબઈ જતા પરિવારને કરજણ નજીક નડયો અકસ્માત : અકસ્માતમાં એક વ્યક્તિનું મોત બે વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!