Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મકાનમાં તોડફોડ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો, દયાદરા ગામનું હોવાનું અનુમાન.

Share

ભરૂચ ખાતે સોશિયલ મિડિયા થકી એક વાયરલ વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જ્યાં એક મકાનની બહાર અપશબ્દો બોલી હાથમાં દંડા જેવા મારક વસ્તુ લઈ તોડફોડ કરતો યુવક નજરે પડી રહ્યો છે, પ્રથમ તો આ યુવક મકાન તરફ ધસી જાય છે જ્યાં મકાનનો દરવાજો બંધ હોય મકાનના ગેટને ખોલી ગેલેરી પર આવેલ કાચની બારીઓ પર મુક્કા મારી તેને તોડી નાંખતો નજરે પડે છે, ત્યારબાદ આ યુવક મકાનના ગેટને પણ જોર જોરથી અથડતો હોય તેમ નજરે પડી રહ્યો છે.

ભરૂચમાં વાયરલ થયેલ આ સીસીટીવી દ્રશ્યો દયાદરા ગામ ખાતેના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યાં કોઈ બાબતને લઇ આ તકરાર થઇ હોવાનું સામે આવ્યું છે, જે બાદ ઉશ્કેરાયેલા યુવકે મકાન પાસે પહોંચી જઈ તોડફોડ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે, તોડફોડ કર્યા બાદ જ્યારે આ યુવકને સ્થાનિકો લઇ જઈ રહ્યા છે ત્યારે બાદ બંધ મકાનમાંથી ત્રણથી ચાર બાળકીઓ ગભરાટ અનુભવીને બહાર નીકળી રહી હોય અને એક બાળકીને કાચના ટુકડાથી ઇજાઓ થઇ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે.

જોકે હાલ આ વાયરલ વીડિયો બાદ હજુ સુધી મામલે પોલીસ ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ લેવાઇ હોય તેમ સામે આવ્યું નથી તેમજ આ સમગ્ર ઘટના ક્રમ કઇ બાબતને લઇ સર્જાયો હતો તે પણ હજુ સુધી સામે આવી શક્યું નથી, જોકે ઘટના અંગેનો વાયરલ વીડિયો હાલ સોશિયલ મિડિયા થકી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Advertisement

Share

Related posts

આજે આંતરરાષ્ટ્રિય નૃત્યદિવસઃ આધુનિક ડાન્સ વચ્ચે પણ પંચમહાલ અને દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગફુલી અને ટીમલી નૃત્યની રમઝટ એકબંધ

ProudOfGujarat

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અમલમાં લાવવા વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ વરસાદી છાંટા વરસ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!