Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પર પૂર્વ સાંસદ અને પૂર્વ મેયર બાલકૃષ્ણ શુક્લાનું નામ જાહેર કરાયું.

Share

ભારતીય જનતા પાર્ટી આજે તેની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પર વડોદરાના પૂર્વ સાંસદ અને પૂર્વ મેયર બાલકૃષ્ણ શુક્લની પાર્ટી એ પસંદગી કરી છે ત્યારે બાળુ શુક્લાનું નામ જાહેર થતાની સાથે જ તેઓ ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગરના કાર્યાલય, મનુભાઈ ટાવર, સયાજીગંજ ખાતે પહોંચ્યા હતા. તેમના શુભેચ્છકો અને કાર્યકર્તાઓ ફટાકડા ફોડી મોઢું મીઠું કરીને તેમનો અભિવાદન કર્યું હતું.

સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો એ બાળુ શુક્લનું અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તબક્કે બાળુ શુક્લ એ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી તો વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ એ બાળુ શુક્લને શુભેચ્છા આપતાં પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી.

Advertisement

Share

Related posts

ખેડા : કઠલાલ પાલિકાના ચીફ ઓફિસરની કારમાંથી પર્સની ચોરી કરી ગઠીયો ફરાર

ProudOfGujarat

જુનાગઢ: ભાજપના કોર્પોરેટર સહિત આઠ લોકો જુગારના રમતા ઝડપાયા

ProudOfGujarat

નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલતા ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!