Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામમાં મતદાનનો બહિષ્કાર કરતા ગ્રામજનો.

Share

ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ ઉત્સાહ પૂર્વક માહોલમાં મતદાન ચાલી રહ્યું હતું તો બીજી તરફ વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામ ખાતે મતદાનનો બહિષ્કાર સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં બપોર સુધી એક પણ મતદારે પોતાનું વોટ ન આપી તંત્ર સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા કેસર અને મહુજા ગામના રહીશોની વર્ષો જૂની એક સમસ્યા છે, જ્યાં તેઓના ગામમાં આવવા જવા માટે ખાડી પર પુલ બાંધવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં ગ્રામજનોની રજુઆતનો કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી જેને પગલે ગ્રામજનોને પાણીમાંથી પસાર થઈ ગકમમાં અવરજવર કરવાની નોબત આવી છે.

અનેકવાર રજુઆત છતાં કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આખરે સ્થાનિકો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ નો બહિષ્કાર કર્યો હતો, જ્યાં આજરોજ એક તરફ સમગ્ર જિલ્લા લોકો ઉત્સાહથી મત આપી રહ્યા હતા તો બીજી તરફ આ ગામના બુથ ઉપર બપોર સુધી મતદારોએ મતદાન ન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

ઝઘડિયામાં 5 પોલીસ સ્ટેશનનો 56 લાખનો દારૂનો નાશ કરાયો

ProudOfGujarat

ભરૂચના થામ પાસે ગડર બેસાડવાની કામગીરીના પગલે ભરૂચ-જંબુસર હાઇવે પર ભારે વાહનોને ચાર દિવસ ડાયવર્ઝન

ProudOfGujarat

ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!