Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના યુવકએ તૈયાર કર્યું મોદી જેકેટ, ભાજપની પ્રચાર કીટમાં સમાવેશ થાય તો નવાઈ નહીં !

Share

ગુજરાતમાં સુરતીઓ કાઈક અલગ કરવામાં માનતા હોય છે કોઈ તહેવાર હોય કે પછી ઇલેક્શન એમાં પણ ભાજપ અને મોદીના ચાહકોની તો વાત જ અલગ હોય છે. આવા જ એક મોદી પ્રેમીએ ભાજપની ખુશીને અલગ રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જે જોઈને સૌ કોઈ તરફી આકર્ષણ ઊભું કરી દીધું હતું.

આ સુરતી યુવાન હાર્દિક રાઠોડ જે ભાજપાનો કાર્યકર છે અને એટલો મોદી તરફી પ્રેમ છે કે તેમની તસવીરો પણ પોતના ઘર કે દુકાનમાં રાખે છે. પરંતુ આ વખતે તેને કાઈક નવું જ સુજયું અને ભાજપની જીત થતાં તેમણે ઇન્ટરનેટ પરથી મોદીનો ફોટો શોધીને એક જેકેટ સિવડાવ્યું હતું અને તે પહેરીને દેખાતા સૌ કોઈના આકર્ષણના કેન્દ્ર બન્યા હતા ખાસ કરીને ભાજપીઓએ તેમના આ નવા આઇડીયાને વધુ પસંદ કર્યો હતો.

Advertisement

આ જેકેટ આ યુવકએ ચુંટણી પહેલા જ સિવડાવી લેવા માટે તેણે ઇન્ટરનેટ પરથી પીએમ મોદીનો ફોટો શોધીને સિવડાવી લેવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જેથી ભાજપની જીત યુવક નક્કી માની રહ્યો હતો.

ભાજપના ચાહકો આ જેકેટને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ભાજપ દ્વારા દર વર્ષે પ્રચાર માટે સામગ્રીઓ કાર્યકરોમાં વિતરણ કરવામાં આવતી હોય છે તેવામાં આ જેકેટ પણ ભાજપની કીટમાં સમાવેશ થાય અને કાર્યકરો મોદી જેકેટ પહેરતા જોવા મળે તો નવાઈ નહિ.


Share

Related posts

કરજણ તાલુકાના માત્રોજ ગામના પાટિયા પાસેથી ગેરકાયદે દારૂની હેરાફેરી કરનાર એક ઇસમની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

સાબરકાંઠા : હિંમતનગર-ઇડર બાયપાસ રોડનું 69 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, 40 દબાણકારોને નોટીસ ફટકારાઈ

ProudOfGujarat

મતદાનનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ કોંગ્રેસે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની કરી ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!