Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટમાં ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો.

Share

રાજકોટમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા બે મિત્રો વચ્ચે ડખ્ખો થતા એક મિત્રએ યુવતી સાથે મળી છરી વડે હુમલો કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ યુવાનની પત્ની એન.ડી.પી.એસ.ના ગુનામાં જેલમાં હોય ત્યારે અન્ય શખ્સે પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી છરી ઝીકી દીધી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રૈયાધારમાં સ્લમ ક્વાટરમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મયુર સુનિલભાઈ ધામેલિયા નામના 20 વર્ષના યુવાન ગઇ કાલે આશાપુરા ચોકમાં હતો ત્યારે ત્યાં ઘસી આવેલા સમીર ઉર્ફે સમલો કાસમ બ્લોચ અને એક અજાણી યુવતીએ આવી છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હોસ્પિટલના બીછાને રહેલા મયુર ધામેલિયાએ જણાવ્યું હતું કે તેની પત્ની સુધા અગાઉ એન.ડી.પી.એસ.ના ગુનામાં જેલ હવાલે હોય અને હુમલો કરનાર સમીર ઉર્ફે સમલો બ્લોચ અને મયુર વચ્ચે મિત્રતા હતી. ગઇ કાલે ફરિયાદી મયુર ધામેલિયા આશાપુરા ચોકમાં હતો ત્યારે સમીર ઉર્ફે સમલો અને એક અજાણી યુવતી એક્ટિવા પર આવ્યા હતા. જ્યાં સમીર ઉર્ફે સમલાએ તું કેમ પોલીસને ડ્રગ્સ બાબતે મારી બાતમી આપી છે તેમ કહી છરીના બે ઘા ઝીંકતા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આઇ.ટી. મોરવાડિયાએ સમીર ઉર્ફે સમલા અને એક યુવતી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં.

ProudOfGujarat

ભરૂચમાં સૈયદના મૌલાના મુફદ્દલ સૈફઉદીન સાહેબનું ભવ્ય સ્વાગત, વોહરા સમાજમાં ઉત્સાહનો માહોલ

ProudOfGujarat

ગોધરા : સિવીલ હોસ્પિટલનાં કોવીડ વોર્ડનો વિડીયો વાયરલ, સ્વચ્છતાને લઈને અનેક સવાલો, હોસ્પિટલ તંત્રની પોલ ખુલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!