Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પી.એમ મોદી પર વિવાદિત નિવેદન કરતા વડોદરા ભાજપ દ્વારા આવેદનપત્ર આપી પૂતળા દહન કરાયું.

Share

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રધાનમંત્રી પર કરેલા આપત્તિજનક અશોભનીય નિવેદન ના વિરોધમાં આજે જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન અને આવેદનપત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો એ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલની આગેવાનીમાં સમાના જિલ્લા ભાજપ કાર્યાલય બહાર પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળાં દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ યુવા મોરચા અને જિલ્લા ભાજપના આગેવાનો એ જિલ્લા સેવા સદન કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર બી એસ પ્રજાપતિને આ પત્ર આપી રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

નંદેલાવ ઓવરબ્રિજ પાસે ની ડંપીગ સાઈડ ના કચરા ના ઢગલા માથી મહિલા ની લાશ મળી..

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.અહેમદ પટેલને શ્રદ્ધાજંલી આપવામાં આવી.

ProudOfGujarat

વડોદરામાં ઢોર પાર્ટી ઉપર હુમલો કરી પકડેલી ગાયો મહિલાઓ છોડાવી ગઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!