Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના જોધપર ગામે માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા પુત્રીનો આપધાત

Share

મોરબીના જોધપર નદી ગામે માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા આશાસ્પદ યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે.

મધ્યપ્રદેશની વતની અને હાલ મોરબી તાલુકાના જોધપર ગામે વાડીમાં રહેતી ૨૦ વર્ષીય કિરણબેન સુરેશભાઇ ડામરા તારીખ ૨૧ ના રોજ ઘરકામ કરી રહી હતી. એ વખતે તેની માતાએ રોટલા ઘડવા તથા ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી કિરણબેનને મનોમન લાગી આવ્યું હતું અને વાડીના ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. જેને પગલે પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને ત્યાંથી વધુ સારવાર અર્થે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તારીખ ૨૬ ના રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના નારાયણ નગરમાં પાકી બાતમીને આધારે રેડ કરતાં બુટલેગરનાં ઘરેથી 50 હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

શીતલ સર્કલથી ભોલાવ ઓવર બ્રિજ સુધી તેમજ શીતલ સર્કલથી કસક સુધીનો વિસ્‍તાર ‘નો પાર્કિંગ ઝોન’

ProudOfGujarat

ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર નજીકનાં નોબલ સ્ક્રેપ માર્કેટ નજીકથી ગેરકાયદેસર લોખંડના ભંગાર રાખનાર શખ્સને ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!