Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હાંસોટના સાહોલ ગામ નજીક કારને નડ્યો અકસ્માત,કારમાં સવાર 3 લોકોને ઇજા

Share

ભરૂચ જિલ્લાના હાંસોટથી સુરત ઓલપાડને જોડતા માર્ગ જાણે કે દિવસેને દિવસે અકસ્માત જોન બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, આ માર્ગ ઉપર ચાલુ વર્ષે જ અનેક માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં અનેક લોકો અત્યાર સુધી ઘાયલ થયા છે તો અનેકે જીવ ગુમાવ્યા હોવાની બાબતો પણ બની ચુકી છે, જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.

ઓલપાડ માર્ગ પર પુર ઝડપે જઈ રહેલ કાર અચાનક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી, જે બાદ કાર રસ્તાની સાઇડ પર ઉતરી જતા કારમાં સવાર ત્રણ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, ત્યારે તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

મહત્વની બાબત છે કે હાંસોટ-ઓલપાડ માર્ગ ઉપર અનેક જગ્યાએ આ પ્રકારના અકસ્માતો સામે આવી રહ્યા છે તેવામાં તંત્રએ પણ અકસ્માતોની ઘટનાના નિવારણ માટે જે તે સ્થાનો ઉપર સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેની ટાતી જરૂર જણાઈ રહી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

લીંબડીના ઉંટડી ગામના રોડ પર વરસાદી પાણી ભરાતાં ગ્રામજનોને હાલાકી

ProudOfGujarat

ભરૂચમાં કોવિડ 19 નાં સેન્ટરો બનાવવા માટે અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાને લેખિત રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

ઉમરપાડામાં ચંપલની દુકાનમાં લાગેલી આગથી વ્યાપારીને ભારે નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!