Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગારિયાધારના નવાગામ પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે મહિલા ઝડપાઈ

Share

ગારિયાધારના નવાગામ પાસે આવેલા રહેણાંક મકાનના છાપરામાંથી દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાના સાધનો સાથે એક મહિલાની ઘરપકડ ગારીયાધાર પોલીસે કરી હતી જ્યારે અન્ય ચાર શખ્સો નાસી છૂટયા હતા.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધાર પોલીસ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળતા તુરત જ નવાગામ ખાતે રહેતા રમેશ મોહનભાઈ ધોળકિયાનાં રહેણાંક મકાન પાછળ આવેલ ઝુપડામા દરોડો કરી દેશી પીવાનો દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ આશરે લીટર ૧૦૦ કિ. રૂ.૨૦૦૦ તથા ટીપણા માહેનો ગરમ આથો લી.૫૦ જેની કી. રૂ.૧૦૦ તેમજ ભઠ્ઠીની બાજુમા રહેલ પતરાના ડબ્બા નંગ-૬૦ મા રહેલ ઠંડો આથો આશરે લી,૯૦૦ જેની કી.રૂ.૧૮૦૦ તથા પતરાનું એક ટીપણુ જેની કી.રૂ.૫૦૦ તથા એક એલ્યુમીનીય મનો ત્રાસ જેની કી .રૂ.૧૦૦ તથા સ્ટીલની નાની ડીસ તથા ભુંગળી મળી કુલ કિંમત રૂપીયા ૪૫૦૦ નો મુદ્દામાલ સાથે રાજુબેન રમેશભાઈ ધોળકિયાની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે રમેશ ધોળકિયા, કોકો ધોળકીયા, જગદીશ ધોળકીયા સુરેશભાઇ ધોળકીયા નાસી છૂટયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં ઝંખવાવ અને માંડવી વચ્ચે કંબોડિયા ગામ નજીક અકસ્માત થતાં 4 વ્યક્તિનાં મોત નીપજયાં.

ProudOfGujarat

મેદસ્વિતા મુક્ત જીવનશૈલી માટે  ૩૦ દિવસીય કેમ્પ – ભરૂચમાં આજથી મેદસ્વિતા શિબિર -૨ નો આરંભ કરાયો

ProudOfGujarat

લીંબડીની અલંગ કેનાલમા પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!