Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આગાહી કોલ્ડવેવમાં વધારો નોંધાશે

Share

ગુજરાતમાં ફરી એકવાર દાંત કડકડે એટલી ઠંડી જોવા મળી રહી છે. જોકે હજુ પણ હવામન વિભાગ અનુસાર ભારે ઠંડીનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. ગુજરાતના અનેક જીલ્લાઓ ઠંડી ઠુઠંવાય રહ્યા છે ત્યારે રાજ્યના હવામાન વિભાગએ ઠંડીને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ અમદાવાદના જિલ્લા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારો તથા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવ્યા છે. કારણ કે 2 દિવસ અગાઉ જ સિધ્ધપુર તાલુકામા ઠંડીને કારણે એક ખેડૂતનું મોત નીપજ્યું હતુ.

Advertisement

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસમાં ઠંડીનો પારો હજુ 2 થી 3 ડીગ્રી ગબળવાની સંભાવના છે. આગામી બે દિવસ તાપમાન નીચું રહી શકે છે અને ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના કેટલાક જિલ્લાઓ કે જ્યાં ઠંડીનો પારો 10 ડીગ્રી કરતા નીચે જોવા મળ્યો છે. વલસાડમાં તાપમાન 8.8 ડિગ્રી, પાટણ 9.4 ડિગ્રી, અમરેલીમાં 9.5 ડિગ્રી, ડાંગમાં 9.6 ડિગ્રી અને રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાનનો પારો પોહોંચ્યો હતો. અમદાવાદમાં સવારનુ તાપમાન 11 ડિગ્રી આજુબાજુ જોવા મળ્યો હતુ.


Share

Related posts

ભાવનગર – તળાજા રોડ ઉપર આવેલ ભંડારીયા નજીક ટેન્કરની ગુલાટ.

ProudOfGujarat

ભરૂચ શહેરના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતના પ્રમુખના નામ જાહેર, જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસદિયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!