Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સ્ટર્લીંગ હોસ્પિટલમાંથી દવાઓ તથા ઇન્જેક્શનની ચોરી કરતો કર્મચારી ઝડપાયો

Share

વડોદરાની સ્ટર્લીંગ હોસ્પિટલમાંથી દવાઓ તથા ઇન્જેક્શનની ચોરી કરી પોતાની બેગમાં લઈ જતા હોસ્પિટલના જ કર્મચારીને ફરજ પરના હોદ્દેદારોએ ઝડપી પાડી ગોત્રી પોલીસના હવાને કર્યો હતો.

વડોદરા શહેરના રેસકોર્સ ખાતે આવેલ સ્ટર્લીંગ હોસ્પિટલમાં ફાર્મસી ડિપાર્ટમેન્ટના હેડ પ્રજ્ઞાબેન શર્માએ હોસ્પિટલના એડમીન વિભાગના ઓફિસર બીપીનસિંહ રાઠોડને જણાવ્યું હતું કે, તેમના વિભાગમાં કામ કરતો અનુજ મનુભાઈ પટેલ ( રહે- બાલાજીનગર, કારેલીબાગ ) તેની બેગમાં ફાર્મસી વિભાગમાંથી દવાઓની ચોરી કરી લઈ જાય છે. જેથી તેની બેગ ચેક કરતા તેમાંથી રૂ. 20 હજારની કિંમતની અલગ અલગ દવાઓ તથા ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એડમીન ઓફિસરએ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બીજા ત્રિમાસિકના પરિણામો – ચોખ્ખો નફો ૧૮.૧% વધીને રૂ. ૮૨૦ કરોડ થયો;

ProudOfGujarat

દર્દી બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો ?

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડાના ઝોબાળા ગામે સમસ્ત સમાજના લોકોએ મળીને સિવિલ હોસ્પીટલ અમદાવાદના સુપ્રિટેન્ડેટ તરીકે પદવી ગ્રહણ કરનાર ડોકટર જી.એચ.રાઠોડનું અભિવાદન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!