Proud of Gujarat
FeaturedGujaratINDIA

જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂરા, આજે ફરી એકવાર કોર્ટમાં રજૂ કરાશે

Share

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મામલએ આજે જયસુખ પટેલને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ આજે પુરા થતા ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ જયસુખ પટેલ 7 દિવસના રિમાન્ડ અર્થે પોલીસ કસ્ટડીમાં છે. આજે પોલીસ વધુ રિમાન્ડની માંગ કરી શકે છે.

મોરબી પુલ દુર્ઘટના મામલે આજે જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ પુરા થવાના હોવાથી ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે કેટલીક ચોકાવનારી બાબતો સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મોરબીમાં ગત તા. 30 નવેમ્બર 2022 ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આ દુર્ઘટના મામલે જયસુખ પટેલે ગત 31મી જાન્યુઆરીના રોજ મોરબી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સ્ટેન્ડર કર્યુ હતું.

Advertisement

Share

Related posts

દ્વારકા : સલાયામાં જુના મનદુઃખ બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, 6 ઘવાયા

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મોબાઈલ રીપેરીંગ શોપમાં મોબાઈલ સળગ્યો.

ProudOfGujarat

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ આહ્વાન અનુસાર કોરોના સામેની લડાઈમાં એકતાનો સંદેશો આપવા રાત્રીનાં નવ વાગ્યે દિપ પ્રકટાવવાની અપીલ કરતા જિલ્લા સમાહર્તાશ્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!