Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નર્મદામાં સ્કૂટર લઇને શાળા-ટ્યુશને જતા 18 વર્ષથી નાના બાળકોને ટ્રાફિક પોલીસ ઝડપી દંડ ફટકારશે,વાલીને પણ સજાની જોગવાઈ

Share

વિશાલ મિસ્ત્રી રાજપીપલા
નર્મદા જિલ્લામાં ત્રણ દિવસમાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવી નિયમોનો ભંગ કરનાર ચાલકોને દંડયા
હાલ રાજ્યમાં પુરઝડપે સ્કૂટર લઈને શાળાઓ- ટ્યુશનોમાં જતા વિદ્યાર્થીઓનો ગંભીર અકસ્માત સર્જાયાના બનાવો આવાર નવાર પ્રકાશમાં આવે છે.આવા વિદ્યાર્થીઓને ટોકવાનું છોડી વાહનો આપી લોકો અને પોતાના બાળક માટે આફત ઉભી કરનાર વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવા નર્મદા પોલીસ મક્કમ બની છે.અને જેને લઈને નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાએ આની કામગીરી પણ આરંભી દીધી છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની સૂચનાથી જિલ્લા ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને સાથે સાથે લોકોમાં ટ્રાફિક નિયમન વિશે સમજ એની માટે ટીફીક પોલિસ વિભાગે બીડું ઝડપ્યું છે.કોલેજમાં ,માધ્યમિક-ઉચ્ચરત માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમન બાબતે જાગૃતિ લાવવાના ભાગ રૂપે પીએસઆઇ વી.એમ.ગઢવી ટ્રાફિકની સહિત અન્ય ટ્રાફિક પોલીસની ટીમર રાજપીપલામાં ચેકીંગ કરી હાથ ધર્યું હતું.જે ચેકીંગ દરમિયાન 8 કોર્ટ કેસ,ટ્રાફિક અડચણ માટેના રકમ 3457 રૂપિયા સ્થળ પર દંડ અને 5 વાહન ડિટેન કરી એમની સામે પગલાં ભર્યા ભર્યા હતા.એટલું જ નહિ રાજપીપળાની તમામ શાળાઓમાં જઈ 18 વર્ષથી નાના વિધાર્થીઓને લાયસન્સ વગર વાહન ન ચલાવવા સમજણ પણ આપી હતી.સાથે તમામ શાળામાં ટ્રાફિક નિયમોની અવેરનેસ માટેની ફિલ્મો પણ બતાવી હતી.છતાં પણ જો વિદ્યાર્થીઓ શાળા ટ્યુશને એક્ટિવ,પ્લેઝર સહીત મોપેડો લઇ જતા ઝડપશે તો તેમના વાલી સામે પણ પગલાં ભરવાની પીએસઆઇ ગઢવીએ ચીમકી આપી હતી.

Share

Related posts

અંકલેશ્વરની એચ.ડી.એફ.સી બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી એફડી બનાવી 70 લાખની રકમ ચાઉ કર્યા, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

ગોધરા શહેરમાં જરૂરિયાતમંદને સેવાઓ પૂરી પાડતુ સાંઈ સેવા ઓર્ગેનાઇઝેશન.

ProudOfGujarat

અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા AMC નો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat
error: Content is protected !!