Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

જુબેર ધડિયાલી ના ધર માથી હથિયાર જપ્ત કરાયા.

Share

હાંસોટ  ના મોસ્ટ વોન્ટેડ આરોપી જુબેર ધડિયાળી ની વડોદરા રેન્જ આઇજીની ટીમે  ધરપકડ કરી હતી,  તે સમયે   આરોપી તેમજ તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો, અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે આરઆરસેલની ટીમે જુબેરને  ઝડપી લઈને જેલ ભેગો કરી દીધો હતો. તેમજ પથ્થરમારા  ના ગુનામા ચાર ને પણ અટકમા લીધા હતા.
હાંસોટ, સુરત, નવસારી,  વલસાડ જીલ્લાનાં અનેક ગુનાઓને અંજામ આપનાર અને હત્યા, અપહરણ , રાયોટીંગ, હથિયારોની લેવડદેવડ ઉપરાંત ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં નાશતા ફરતા જુબેર ઘડિયાળી ને વડોદરા રેન્જ આઇજીની વિશેષ ટીમે હાંસોટ માંથી ધરપકડ કરી હતી. તેમજ પોલીસ પર હુમલો કરવા બદલ પોલીસે તેના ચાર સાગરીતો મહંમદ હુસેન ગુલામસહુસેન શેખ, ઈરફાન યુનુશ શેખ અને ઈરફાન ફારૂક શેખતથા એક અન્ય ની પણ ધરપકડ કરી હતી.  તો અન્ય 20 લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં ગુનો નોધવામા આવ્યો હતો.
 ભરૂચ જિલ્લા પોલીસવડા સંદીપ સિંઘે  આ અંગે જણાવ્યુ હતુ કે પોલીસ જુબેરની ધરપકડ બાદ તેના ઘરમાં તલાસી લેતા ધરમાથી પોલીસને દેશી બારબોરનો કટ્ટો નંગ – 1, તથા કાર્ટીસ નંગ – 3, પિસ્તોલ નંગ -1, તથા કાર્ટીસ  નંગ – 1 તેમજ પિસ્તોલ USA નંગ – 1 અને કાર્ટીસ નંગ – 3,પિસ્તોલ મેગેજીન નંગ -1 તથા રાઉન્ડ નંગ – 5 હથિયારો મળી આવ્યા હતા.
પોલીસ દ્વારા જુબેરને કોર્ટમાં રજુ કરીને તેના રિમાન્ડ મળેવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રીમાન્ડ દરમિયાન અન્ય  ચોકાવનારી વિગતો બહાર આવે છે તે જોવુ રહયું.

Share

Related posts

ગોધરા : પાલિકાતંત્ર આજે ખાનગી એજન્સી સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સાફસફાઈ કરાવશે.

ProudOfGujarat

પૂરથી વિનાશ : મહારાષ્ટ્રમાં વરસાદ ભૂસ્ખલનથી હાલ 136 લોકોના મોત : અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા.

ProudOfGujarat

ભરૂચના જંબુસર પાસેથી કેબલ વાયરની ચોરી કરનાર ત્રણ પર પ્રાંતીય શકસોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat
error: Content is protected !!