Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ જિલ્લામાં કોરોનાના સંભવિત સંક્રમણને કાબૂમાં કરવા તંત્ર સજ્જ

Share

રાજકોટ જિલ્લામાં કોરોના વાઈરસના સંભવિત સંક્રમણને કાબૂમાં કરવા વહીવટી તંત્ર સજ્જ બની કામગીરી કરી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પીટલ – જેતપુર, સામુહિક આરોગ્ય કેન્દ્ર – પડધરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કસ્તુરબાધામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરધાર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.

કોવીડ-19ના વધતા કેસોને ધ્યાને લેતાં તકેદારીના પગલારૂપે સિવિલ હોસ્પીટલ, જેતપુર ખાતે રૂબરૂ મુલાકાત લઇ સિવિલ હોસ્પિટલના અધિક્ષક નિકિતાબેન પડીયા તથા તેમના મેડીકલ સ્ટાફની ઉપસ્થિતિમાં ઓકસીજન સપ્લાય તથા વેન્ટીલેટર મશીન, ઉપલબ્ધ બેડની સંખ્યા વગેરે આનુષંગીક બાબતો અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન 22 બેડ અને 4 વેન્ટીલેટર મશીન, ઓકસીજન સપ્લાય વગેરે જરૂરિયાત મુજબનું હોવા બાબતની સમીક્ષા કરાઈ હતી. આ તકે જેતપુર શહેર મામલતદાર કિશોરભાઈ અઘેરા તથા જેતપુર ગ્રામ્ય મામલતદાર ડી. એ. ગીનીયા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વધુમાં, સામુહિક આરોગ્ય કેન્દ્ર – પડધરી ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન કરાયેલી ચકાસણી મુજબ અહીં 1 પી.એસ.એ. પ્લાન્ટ તથા ઓકસીન સેંન્ટ્ર્લ પાઇપલાઇન કાર્યરત છે. તેમજ કોવીડ-19ના ઈલાજને લગતા સાધનો જેવા કે કુલ 20 બેડ, 4 ડી ટાઇપ સીલીન્ડર, 10 ઓકસીઝન કોન્સન્ટ્રેટર, નેબ્યુલાઇઝર, પ્લસ ઓક્સીમીટર, ઓક્સીઝન સીલીન્ડર, પી.પી.ઈ. કીટ, માસ્ક તથા દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલ્બધ છે.


Share

Related posts

વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો જેમાં દેશ-વિદેશના 169 પતંગબાજોએ ભાગ લીધો.

ProudOfGujarat

માંગરોળના વાંકલમાં સુમુલ ડેરીના ભ્રષ્ટ વહીવટના વિરોધમાં દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓની બેઠક યોજાઈ.

ProudOfGujarat

બરોડા ડેરી વિવાદ : પશુપાલકો સાથે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે દૂધ ડેરી પર હલ્લાબોલ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!