Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં કારે ઈલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતાં મહિલાનું મોત નિપજ્યું.

Share

નડિયાદમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતી રોશનીબેન ઉ.વ.૩૪ ગઇ કાલે સાંજે સાડા‌ સાત વાગ્યાની આસપાસ પોતાનું ઈલેક્ટ્રીક સ્કુટર પર ઉત્તરસંડા તરફથી પોતાના ઘરે આવતી હતી તે દરમિયાન કોલેજ રોડ પર પાર્ટી પ્લોટ પાસે સામેથી આવતી કારના ચાલકે સ્કુટરને ટક્કર મારી હતી. જેથી રોશનીબેન રોડ પર પટકાયા હતાં. રોશનીબેનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને ૧૦૮ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. આ બનાવ મામલે મરણજનારના સસરા રાજેશભાઈ પરીખે નડિયાદ ટાઉન પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

એસએમઈ માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ રજૂ કર્યું.

ProudOfGujarat

ભાવનગરમાં પ્લાસ્ટિક વિજન ઈન્ડિયાના એક્ઝિબિશનની 12 મી આવૃત્તિની કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારનો કેસ મળતા, મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!