Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરાયા

Share

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાવલીયા પંપીગ સ્ટેશન નજીકની સોસાયટીમાં કરાયેલ ગેરકાયદે દબાણોને પાલિકા તંત્રએ તોડી પાડીને રસ્તો ખુલ્લો કર્યો હતો. આ સોસાયટીમાં રહેતા કેટલાક રહિશો દ્વારા પોતાના મકાનની બહાર ઓટલા સહિતના દબાણો કર્યા હતા. જેના કારણે સોસાયટીમાં અવરજવરનો માર્ગ સાંકડો બન્યો હતો. આ મામલે સ્થાનિકોની રજૂઆતના પગલે પાલિકા દ્વારા દબાણકારોને દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી છતાંયે દબાણો દૂર કરાયા ન હતા. આથી પાલિકાની દબાણ વિભાગ ટીમે જેસીબી સહિતની મશીનરી અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કર્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. ઓટલા, વરંડાની દીવાલો સહિતના ગેરકાયદે દબાણો હટાવતા રસ્તો ખુલ્લો કરાયો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર રેતી ભરેલા હાઇવા ચાલાકને મારમારી લૂંટી લેનાર 4 લૂંટારુ ઝડપી પાડયા.

ProudOfGujarat

મનુબરની સોસાયટીઓમાં તસ્કરોની હિલચાલથી ભયનો માહોલ : આફરીન એપાર્ટમેન્ટની દુકાનમાંથી રૂ.40 હજારની ચોરી; સીસીટીવીમાં 8થી વધુ શંકાસ્પદ શખસો કેદ

ProudOfGujarat

અંકલેશ્વર : શેરી ગરબાને તંત્રની મંજૂરી મળતા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી : ખેલૈયામાં અનેરો ઉત્સાહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!