Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં ફતેપુરા તથા ફતેગંજમાં જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા

Share

વડોદરા શહેરના ફતેગંજ અને ફતેપુરા વિસ્તારમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડા પાડી જુગાર રમી રહેલ 9 જુગારીઓને રૂ. 22 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

સયાજીગંજ પોલીસ ટીમે ચોક્કસ માહિતીના આધારે ફતેગંજ નાની મસ્જિદની પાછળની ગલીમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડી રમી રહેલ શબ્બીર ગુલામરસુલ શેખ (રહે -ગેંડા ફળિયા, હાથી ખાના), મુખતિયાર મુસ્તાકખાન પઠાણ (રહે -ધોબી શેરી ,ફતેગંજ), ઈરફાન ઉર્ફે પીપોડા ઈમ્તિયાઝઅલી શેખ (રહે -કમાટીપુરા , ફતેગંજ) અને રાહુલ નરવતભાઈ પરમાર ( રહે- કિશનવાડી, વુડાના મકાન )ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 11,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

બીજા બનાવમાં સીટી પોલીસ ટીમે ચોક્કસ માહિતીના આધારે ફતેપુરા પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ શૈલેશ મોરેના મકાનમાં દડો પાડી જુગાર રમી રહેલ શૈલેષ બબનરાવ મોરે, પ્રિતેશ રામચંદ્ર સાવત, મેહુલ સુરેશભાઈ સત્તાર (ત્રણેવ રહે- ગરુડની પાગા ,લાલ અખાડા ,ફતેપુરા) , અનિલ અશોકભાઈ નલાવડે અને કરણ દિલીપકુમાર પવાર (બંને રહે -મોટી પીતાંબર પોળ, ફતેપુરા ) ને ઝડપી પાડી 10480 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Share

Related posts

હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર બસ ડ્રાઈવર પાસેથી લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી : ભરૂચમાં આજે ૧૦.૮૬ મતદારો એક બટન દબાવી ૯૫૬ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે

ProudOfGujarat

ભરૂચ માં રાજીવ આવાસ નર્કાગાર સમાન…જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!