Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવીજેતપુરના ડેરિયા પાસે બાઈક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત

Share

પાવીજેતપુર તાલુકાના ડેરિયા ગામ ખાતે ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને અકસ્માત બાદ બસમાં આગ લાગતાં બસ આગમાં બળીને ખાખ ગઈ હતી. કલારાની તરફથી સજવા તરફ બાઈક લઈને જવા નીકળેલા રામદેવ તારસીંગ કોલચા, ઉ.30 વર્ષ રહે. રાજપુર (ભી) ને કવાંટ તરફથી આવતી ખાનગી બસ સાથે ધડાકાભેર અકસ્માત થતાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. આ અકસ્માત બાદ બાઈક બસની નીચે ફસાઈ જતાં બસ ચાલક બસને લગભગ 200 મીટર કરતા વધુ દૂર સુધી ઘસડીને જતાં રસ્તા પર બાઈક ઘસાવાને કારણે બાઈકને આગ લાગી હતી અને આ આગ બસને પણ લાગી ગઈ હતી. બસને આગ લાગતા બસમાં બેસેલા મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા, પરંતુ જોતજોતામાં આગ આખી બસને લપેટમાં લેતા આગમાં બસ બળી ગઈ હતી.

બસમાં આગ લાગતાં એક તબક્કે રંગલી ચોકડીથી ખાટિયાવાંટ વચ્ચેનો રસ્તો પણ એકાદ કલાક સુધી બંધ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બોડેલીથી ફાયર ફાઈટરને બોલાવીને આગ બુઝાવવામાં આવી હતી.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસરમાં કોરોના પોઝીટીવ આશા વર્કરને હોસ્પિટલમાં જગ્યા ના મળતા પી.એમ અને સી.એમ ને રજૂઆત કરી.

ProudOfGujarat

વડોદરા : વડસર-કોટેશ્વર રોડ ઉપર વિશ્વામિત્રીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો.

ProudOfGujarat

અભિનેત્રી સીરત કપૂર એ માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે રસપ્રદ વાત શેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!