Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પાસે કંજોડા ગામની ઈન્ડિયન બેંકમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ

Share

નડિયાદના કંજોડા ગામની ઈન્ડિયન બેંકમાં આગ લાગતાં ગામમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. નડિયાદ ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી પાણી છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે.

નડિયાદ તાલુકાના કંજોડા ગામમા ટાવર ચોક વિસ્તારમાં આવેલ ઈન્ડીયન બેંકમાં મંગળવારની વહેલી સવારે સવા સાત વાગ્યાની આસપાસ કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની છે. બેંકની આસપાસના સ્થાનિકોને જાણ થઈ હતી તુરંત સ્થાનિક રહીશોએ નડિયાદ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ એક વોટર બ્રાઉઝર સાથે બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો છંટકાવ કરી લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમા આવી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટીએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ અનુમાન છે. સદનસીબે આ ઘટનામા કોઈ જાન હાની થઈ નથી. પરંતુ બેંકમાં લાગેલ આગના કારણે બેંકનુ તમામ ફર્નીચર તેમજ અગત્યના દસ્તાવેજો નાશ પામ્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નડિયાદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

ProudOfGujarat

જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠક

ProudOfGujarat

ભરૂચમાં શુક્રવારે રાત્રે તસ્કરોએ રમી T20 ઇનિંગ! ફલશ્રુતિ નગર, અમરદીપ કોમ્પલેક્ષ, સાકાર કોપલેક્ષની દુકાનોના તાળા તોડી પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!