Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સમીરા ખત્રીનું VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારંભ યોજાયો.

Share

ભરૂચના મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કુલમાં સન્માન સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. VCT શાળાની વિદ્યાર્થીની ખત્રી સમીરા ઇમ્તિયાજ કે જેઓએ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં વર્ષ 2023 ના જાહેર થયેલ પરિણામમાં 89.85 % અને 99.92 પર્સેન્ટાઇલ રેન્ક મેળવી VCT શાળા સાથે સાથે સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી નામ રોશન કર્યું છે.

વિદ્યાર્થીનીએ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સખત પરિશ્રમ કરીને ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પોતાના પરિવાર, શાળા તથા સમાજનુ નામ રોશન કર્યું છે. વિધાર્થીનીની આ સિધ્ધિને બિરદાવવા શાળાના ટ્રસ્ટી ઇબ્રાહીમભાઇ મનિયારના હસ્તે ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતુ. સાથે સાથે માનનીય ટ્રસ્ટીએ શાળાના શૈક્ષણિક સ્ટાફને પણ તેઓની મહેનત માટે બિરદાવ્યા હતાં. વિધાર્થીનીનાં માતા-પિતાને તેમની દીકરીએ પ્રાપ્ત કરેલ ઉચ્ચ પરિણામ માટે અભિનંદન પાઠવ્યાં હતા. શાળાના મેનેજમન્ટ સદસ્યો, શાળાના આચાર્યા તેમજ સમગ્ર વી.સી.ટી. પરિવાર દ્વારા ખત્રી સમીરાને પ્રોત્સાહિત કરી અભિનંદન સાથે તેના ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના અંકલેશ્વરમાં નિર્માણાધિન ટ્રાન્સપોર્ટનગરની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહને સૂત્રધાર તરીકે લઈને રેડિયો વન પર #1 ટ્રાવેલ શો – ‘ગેટ સમ સન’ રજૂ કરે છે

ProudOfGujarat

વડોદરાના ગોરવામાં જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડતી PCB પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!