Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મકરસંક્રાંતિના તહેવારમાં હાઇડ્રોજન એક્‍સપ્‍લોઝીવ ગેસ સીલીન્‍ડરથી ગેસબલુનના વેપાર પર પ્રતિબંધ

Share

આગામી તા.૧૪/૦૧/૨૦૧૮ નાં રોજ મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોઇ, કેટલાક ઇસમો વગર લાયસન્‍સ/પરવાનગીએ સલામતીના સાધનો વગર જાહેર માર્ગો ઉપર ઘાટક એવા હાઇડ્રોજન એક્‍સપ્‍લોઝીવ ગેસ સીલીન્‍ડરથી ગેસબલુનનો વેપાર કરતાં હોવાનું ધ્‍યાને આવેલ છે. હાઇડ્રોજન ગેસથી આગ – અકસ્‍માતના બનાવો બનવાની સંભાવના રહેલ છે તેમજ પર્યાવરણને નુકશાન થાય છે અને ગેસ બલુનના દોરામાં પક્ષી ફસાવાના બનાવો બને છે. જેથી જાહેર સલામતી ખાતર હાલડ્રોજન એક્‍સપ્‍લોઝીવ ગેસ સીલીન્‍ડરથી ગેસબલુનનો વેપાર ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા ભરૂચ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી સી.બી.બલાતે મળેલ સત્તાની રૂએ હુકમ ર્ક્‍યો છે કે, ભરૂચ જિલ્લાનાં સમગ્ર મહેસુલી વિસ્‍તારમાં ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને તા.૧૧/૦૧/૨૦૧૮ થી તા.૨૧/૦૧/૨૦૧૮ સુધી હાઇડ્રોજન એક્‍સપ્‍લોઝીવ ગેસ સીલીન્‍ડરથી ગેસબલુનના વેપાર ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ નો અધિનિયમ-૪૫) ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

Share

Related posts

પાનોલી જી.આઈ.ડી.સી નાં પોલ્ટ નંબર ૧૮ ખાતે આવી રહેલ કંપની પાનોલી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ લીમીટેડ દ્વારા કામ ચાલુ કરાતા એનો ઉગ્ર વિરોધ થયો હતો

ProudOfGujarat

ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુનો પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

ભરુચ નેશનલ હાઇવે પર આવેલ કાકા પાર્કિંગ હબમાં એક ટ્રકનાં ચોરખાનામાં છુપાવેલ લાખોનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat
error: Content is protected !!