Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ખાતે નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

Share

જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર ભરૂચ અને શ્રી વિકાસ સેવા કેન્‍દ્ર જીતનગર શાખાના સંયુક્‍ત ઉપક્રમે નવી ઔદ્યોગિક નીતિ-૨૦૧૫, ટેક્ષટાઇલ યોજના -૧૨ અંતર્ગત રાજ્‍ય સરકાર ધ્‍વારા જાહેર કરેલ વિવિધ યોજનાઓ/કુટિર ઉદ્યોગની વિવિધ યોજનાઓની જાણકારી અને માર્ગદર્શન અંગે સેમિનાર મહાકાલેશ્વર મંદિર હોલ ભરૂચ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી બી.સી.વસાવાના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો.

આ પ્રસંગે શ્રી વિકાસ સેવા કેન્‍દ્ર જીતનગરનાં પ્રમુખ શ્રીમતી દક્ષાબેન પટેલે રાજ્‍ય સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી તથા આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્‍યું હતું. જિલ્લા ઉદ્યોગકેન્‍દ્ર ધ્‍વારા નવી ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ નું પ્રેઝન્‍ટેશન બતાવવામાં આવ્‍યું હતું. જ્‍યારે જિલ્લા ઉદ્યોગકેન્‍દ્રના ઇન્‍ડસ્‍ટ્રીઝ ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી એમ.એન.દેવડાએ ઔદ્યોગિક નીતિઓ તથા વિવિધ યોજનાકીય વિગતોની વિસ્‍તૃત જાણકારી આપી હતી.

Advertisement

આ પ્રસંગે મોટી સંખ્‍યામાં મહિલાઓ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન મેળવ્‍યું હતું.


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇન્ટરસ્ટેલર જાય છે : તેની ફ્લેગશિપ ઇન્શ્યોરન્સ અને વેલબીઈંગ આઈએલ ટેકકેર એપ્લિકેશન માટે અદ્વિતીય કેમ્પેઈન તૈયાર કર્યું

ProudOfGujarat

જામનગર-ચેલા-ચંગા વચ્ચે હાઈવે પર કાર, રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત-10 થી વધુ લોકો ઈજા…..

ProudOfGujarat

નર્મદા જિલ્લાની ૯૧ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂંકના હુકમો એનાયત કરાયા.

ProudOfGujarat
error: Content is protected !!