Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણમાં આવેલ વલી નગરીમાં જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરના જુનાબજાર વિસ્તારમાં આવેલી વલી નગરીમાં એક મકાનમાં જુગાર રમતા જુગારીઓને કરજણ પોલીસે ઝડપી પાડતા જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ ટાઉનના જુનાબજાર વિસ્તારમાં આવેલી વલી નગરીમાં એક મકાનમાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા છે જેવી બાતમી પોલીસને મળી હતી.

પોલીસે બાતમીના આધારે છાપો મારતા અરવિંદભાઈ સોમાભાઈ વસાવા પોતાના કબજા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. પોલીસે સ્થળ પરથી નવ જુગારીઓને ઝડપી પાડી રૂપિયા ૪૮,૨૫૦ નો મુદ્દામાલ ઝડપી પાડી જુગારધારા એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસના જવાનોએ ખડેપગે ઉભા રહીને મતદાન કરાવવામાં વડીલોની મદદ કરી હતી…..

ProudOfGujarat

 છોટાઉદેપુર જિલ્લામાં એવું પણ એક ગામ કે જેમાં માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી દ્વારા કંકોળા ઉગાવવામાં આવ્યા છે.

ProudOfGujarat

ભરૂચ ઓમકારનાથ હોલ ખાતે આજરોજ મુખ્યમંત્રીના હસ્તે સિટી બસોનું ઈ-લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!