રજવાડી નગરી રાજપીપળાના પ્રવેશ દ્વાર નજીક કાલાઘોડા સર્કલ પાસે હાઈ માસ્ટ ટાવર ઉભો કરીને રાજપીપળા નગરપાલિકા દ્વારા આન બાન અને શાનથી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો થોડો સમય વીત્યા બાદ તિરંગો ફાટી જવાની ઘટના સામે આવી હતી ત્યારે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રધ્વજના અપમાનની ઘટનાથી રોસે ભરાયેલા રાજપીપળાના યુવાન કુલદીપભાઈ પદ્મકાંત કાછિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી આ બાબતે અવગત કર્યા હતા ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી નર્મદા જિલ્લા કલેકટર વતી રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી પાસે આ બાબતે જવાબ માંગવામાં આવ્યો છે.
અરજદાર યુવાન નો આક્ષેપ છે કે રાજપીપળા નગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાવાળો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે જેથી વારંવાર ધ્વજ ફાટી જવાથી રાષ્ટ્ર ધ્વજનું અપમાન થાય છે એક તરફ દેશના વડાપ્રધાન મોદીજી વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે પરંતુ નર્મદા જિલ્લામાં અધિકારીઓ રાષ્ટ્રધ્વજનું અપમાન કરી રહ્યા છે અને તેમના પેટનું પાણી પણ નથી હાલતું વહેલી તકે પાલિકા દ્વારા આન બાન શાન સાથે નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે તેવી માંગ કરી છે. જો એક અઠવાડિયામાં રાજપીપળા કાલાઘોડા સર્કલ પાસેનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં નહીં આવે તો યુવાને જિલ્લા કોર્ટમાં અપીલ કરવા ચીમકી ઉચ્ચારી છે જો ત્યાંથી પણ ન્યાય નહીં મળે તો હાઇકોર્ટમાં પણ જવાની યુવાને ચીમકી ઉચ્ચારી છે.