Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા ના કરજણ ગામ ખાતે કપડાં સુખવવા જતા માતા-પુત્રી ને કરંટ લાગતા માતા નું મોત તેમજ પુત્રી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલ માં ખસેડાઇ હતી…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ તાલુકા ના નબીપુર પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ ક્વીઠા-કરજણ ગામ ખાતે રહેતા ઈલા બેન કિશોર ભાઈ પટેલ ઉ.વ ૪૫ નાઓ આજ રોજ સવાર માં તેઓના મકાન માં આવેલ વાળા માં  વાયર ઉપર ભીના કપડાં સૂકવવા જતા ચોકડી ના ઉપર ના ભાગે લટકાવેલ ઇલેક્ટ્રીક વાયર સાથે જોડેલ બલ્બ ના ભાગે થી ઇલેક્ટ્રીક કરંટ કપડાં સૂકવવા ના તાર પર પસાર થતા ઈલા બેન ને કરંટ લાગતા તેઓને બચાવવા પડેલ તેઓ ની પુત્રી ને પણ કરંટ લાગ્યો હતો ….
માતા -પુત્રી ને ઇલેક્ટ્રીક કરંટ ના ગંભીર શોર્ટ લાગતા માતા ઈલા બેન નું મોત થયું હતું તેમજ તેઓ ની પુત્રી હિમાની ઉ વ ૨૧ નાઓ ની ગંભીર રીતે ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી ..જયારે સમગ્ર મામલા અંગે જાણ નબીપુર પોલીસ મથક માં કરાતા પોલીસે દોડી જઈ મૃતક ને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Share

Related posts

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો..!!

ProudOfGujarat

વડોદરા : કરજણ કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષો રોપી માર્ગનાં ખાડાઓનો અનોખો વિરોધ.

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં કોવિડ-૧૯ ના વધુ ૭ મૃતક અસરગ્રસ્તોના પરિવારોને રૂા.૫૦ હજાર લેખે DBT મારફત સહાય ચૂકવાઇ.

ProudOfGujarat
error: Content is protected !!