Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે કરી – અંકલેશ્વરના માંડવા રોડ પર મન બુદ્ધિ મહિલાનું રેસ્ક્યુ કરી સ્થાનિક સંસ્થાએ બચાવી તો મહિલા પાસેથી હજારોની ડુપ્લીકેટ નોટો મળી આવી

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં કાર્યરત માનવ સેવા ટ્રસ્ટના કર્તા હર્તા ઉપર છેલ્લા પંદર દિવસથી કોલ આવતા હતા કે માંડવા નજીક રોડ ઉપર વરસાદી માહોલમાં એક મન બુદ્ધિ વૃધ મહિલા દયનિય સ્થિતિમાં રોડ ઉપર છે, જે બાદ સંસ્થાના કર્મીઓએ સ્થળ પર જઈ મહિલાનું રેસ્ક્યુ કરી તેઓને સુરત માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમમાં મોકલવામાં આવ્યા હતા.

સંસ્થાના લોકો દ્વારા મહિલાની પૂછતાછ કરતા તેઓ યુપી બિહારના વતની હોવાનું જણાવતા હતા, તેઓની હાલત અહીંયા આવ્યા બાદ ખુબ ખરાબ હતી, મહિલા પાસે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે તેઓની પાસે અંદાજીત 70 થી 80 હજારની રોકડા મળી હતી.

મહિલા પાસેથી મળેલ તમામ રોકડ રકમ નકલી હોવાનું સામે આવ્યું હતું જે જોઈ ઉપસ્થિત લોકો પણ ચોંકી ઉઠ્યા હતા, હાલ અંકલેશ્વરના જાગૃત નાગરિકની મદદથી મહિલાને સ્વસ્થ હાલતમાં સુરત ખાતે મોકલી તેઓની દેખરેખ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર-સાયલાના દેવગઢ ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં બંન્ને બાઇક ચાલકોના ઘટના સ્થળે મોત…

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં ગટરમાં થતાં ગેસના કારણે ગટરના ઢાંકણામાંથી આગની જ્વાળાઓ ભભૂકી.

ProudOfGujarat

ઉત્તરપ્રદેશ: પિતાના ખોળામાંથી પુત્રીને છીનવીને ઉઠાવી ગયો દીપડો: ઘરથી માત્ર 300 મીટર દૂર જ બાળકીનું માથું મળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!