Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટસની મજા માણતી યુવતી નદીમાં પડી, ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું

Share

અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવીટી ચાલી રહી છે. જેમાં કાયાકિંગની એક્ટિવીટીની મજા માણતી એક યુવતીએ બેલેન્સ ગુમાવતા નદીમાં પડી ગઈ હોવાની ઘટના બની હતી પરંતુ યુવતીએ લાઈફ જેકેટ પહેરેલું હોવાથી તે બચી ગઈ હતી. આ દરમિયાન તાત્કાલિક એજન્સીના ક્રુના માણસો રેસ્ક્યૂ બોટ લઈ યુવતી પાસે પહોંચી ગયા હતા અને નદીમાંથી યુવતીને બહાર કાઢી બોટમાં બેસાડી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ પર એક યુવતી કાયાકિંગ બોટમાં લાઈફ જેકેટ પહેરાવીને બેસાડવામાં આવી હતી. યુવતી બોટ લઈ નદીની વચ્ચે પહોંચી ત્યારે તેનું બેલેન્સ બગડી ગયું અને તે નદીમાં પડી ગઈ હતી. યુવતી નદીમાં પડતા તેને બચાવવા માટે કાયાકિંગ એજન્સીના માણસો રેસ્ક્યૂ બોટ લઈ ત્યાં પહોંચ્યા હતા અને યુવતીને નદીમાંથી બહાર કાઢી હતી. કાયાકિંગ વોટર સ્પોર્ટ્સની મજા માણતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે આ બોટ ખૂબ જ નાની હોય છે અને એક જ વ્યક્તિ તેમાં બેસી શકે છે. વોટર સ્પોર્ટ્સ માણતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારું બેલેન્સ બગડી જાય તો બોટ ઊંધી પણ વળી શકે છે.

Advertisement

કાયાકિંગ એક્ટિવિટીના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આજે સવારના સમયે પહેલા સ્લોટમાં એક યુવતી કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતી વખતે નદીમાં પડી ગઈ હતી. જેથી ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યૂ ટીમના માણસો બોટ લઈ નદીની વચ્ચે પહોંચ્યા હતા અને તુરંત જ તેને બહાર કાઢી લીધી હતી. તેઓને નદીના કિનારે લાવી અને બેસાડવામાં આવ્યા હતા. કાયકિંગના મેનેજરે મીડિયાને જણાવ્યું હતું કે, યુવતીનું વજન વધારે હોવાથી બેલેન્સ ના રહેતા તે નદીમાં પડી હતી.


Share

Related posts

જંબુસરનાં ધારાસભ્યની રજુઆતનાં પગલે આખરે તુવેર ખરીદીમાં રહી ગયેલા ખેડૂતોની વ્યથા તંત્રએ સાંભળી, જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર : ઇદે મિલાદના તહેવાર નિમિતે ગોયાબજાર ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

ગોધરા લુણાવાડા હાઇવે વચ્ચે ટ્રકનું ટાયર ફાટતા હજારો ટન દૂધનું નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!