Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સેગવા ગામ ખાતે વરસાદી પાણી ભરાઈ જતા 20 થી વધુ લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું

Share

ભરૂચ જિલ્લામાં છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો જે બાદ ગામ પાદરોથી લઈ કેટલાય સ્થળે વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને લઈ અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, ભરૂચનાં સેગવા ગામ ખાતે પણ વરસાદી માહોલ બાદ જળ બંબાકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

સેગવા ગામ ખાતે ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા જે બાદ અનેક લોકો જળ ભરાવા વચ્ચે જ ફસાઈ ગયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવી હતી જે બાદ ફાયરના કર્મીઓએ સ્થળ પર દોડી જઈ 20 થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું તેમજ ચાર જેટલી સગર્ભા મહિલાઓને પણ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો 10 માં વર્ષે મંગળ પ્રવેશ : કારોબારી અધ્યક્ષ તરીકે નવીન પટેલની વરણી, પાંચ વર્ષથી સંધને સક્રિય રાખનાર પ્રમુખ ઈદ્રીશ કાઉજીની વધુ બે વર્ષ માટે પ્રમુખ તરીકે વરણી.

ProudOfGujarat

સુરત : જાહેરમાં માછલીનું વેચાણ કરતાં ધંધાર્થીઓનો મનપા દ્વારા સફાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદકસહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતા મજૂરો અને પાનેશ્વર ફળીયા તેમજ સ્ટેશન ફળિયા ના જરૂરિયાત મંદ ગરીબો ને મફત ભોજનનુ વિતરણ કરવા માં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!