Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં હથિયારો સાથે રિલ્સ બનાવતાં સાત લોકોની પોલીસે ધરપકડ કરી

Share

ગુજરાતમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી લોકોમાં રોફ ઉભો કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. તથ્ય કાંડ બાદ વાહનો પર સ્ટંટ કરીને રિલ્સ બનાવતા લોકોની સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે બીજી બાજુ ધારદાર હથિયારો લઈને લોકોમાં ડર ઉભો કરવા માટે હથિયારો લઈને વીડિયો બનાવવો સાત શખ્સોને ભારે પડ્યો છે. પોલીસે સાતેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં જ અમદાવાદમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક શખ્સો હાથમાં ધારદાર હથિયારો લઈને લોકોમાં ડર ઊભો કરી રહ્યાં હતાં. આ વીડિયોને લઈને શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સાત લોકોની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે વીડિયો બનાવનાર ક્રિષ્ણા પટણી, રાહુલ પટણી, અરૂણ પટણી, વિપુલ પટણી, જ્યંતિ ઝાલા, કપિલ પટણી અને અજય પટણીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગમાં સાત પગલાં ખેડૂત કલ્‍યાણ યોજના અંતર્ગત નાના વેચાણ ધારકોને છત્રી વિતરણ કરાઈ.

ProudOfGujarat

પાલેજ-કરજણ ખાતે સી.સી.આઈ સેન્ટર ઉપર કપાસની મબલખ આવક થતાં ૩૦૦ ટ્રેક્ટરો લઈ ખેડૂતો વેચાણ માટે આવ્યા.

ProudOfGujarat

પ્લાસ્ટિક એક મહારાક્ષસ છે જેનો સંદેશ આપતું સુરત મહાનગરપાલિકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!