Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શીતળા સાતમની ઉજવણી કરાઈ

Share

શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ. વાંકલના હનુમાન મંદિરે ગોર મહારાજ રાકેશ પંડ્યા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. વાંકલ બજારમાં વજીયાબેન ઠક્કર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાતમના આગલા દિવસે એટલે રાંધણ છઠ્ઠના દિવસે ભોજન બનાવી દેવામાં આવે છે. રાત્રે ચૂલાની પૂજા અર્ચના કરવામાં આવે છે. સાતમના દિવસે ચૂલો સળગાવતા નથી. બીજા દિવસે શીતળા સાતમને દિવસે ઠંડુ ભોજન આરોગવાની વર્ષો જૂની પ્રથા ચાલે છે તે આજે પણ પ્રથા ચાલુ છે. સાતમના દિવસે સ્ત્રીઓ પૂજા અર્ચના કરી શીતળા માતાજીની કથા, વાર્તા સાંભળે છે. એવી માન્યતા છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના બાળકોની રક્ષા કરે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નજીક ઝાડેશ્વર વિસ્તાર માંથી જુગારીયા ઝડપાયા.મધ્ય રાત્રીના સમયે ક્યાં જુગાર રમાતો હતો…

ProudOfGujarat

અંકલેશ્વર મા શારદાભવન હોલ ખાતે પ્રાંત કક્ષાનો “વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ટંકારિયા ગામે ગૌવંશ કતલના ગુનામાં એક આરોપી ઝડપાયો, ત્રણ વોન્ટેડ જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!