Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ફાયર વિભાગ દ્વારા કટોકટીના સમયે લેવાતા પગલા વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ સ્થિત ફાયર વિભાગ દ્વારા કટોકટીના સમયે લેવાતા પગલા બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કરજણ નગરના નવાબજાર સ્થિત સહજાનંદ પેટ્રોલિયમ ખાતે કરજણ ફાયર વિભાગ દ્વારા ઇમરજન્સી તેમજ આગના સમયે લેવાના થતાં પગલા તેમજ આગ બુઝાવવા અંગેના સાધનો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કટોકટીના સમયે કેવી રીતે આગવી સૂઝબૂઝ દ્વારા કામ લેવું તેની વિસ્તૃત છણાવટ સાથે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કરજણ ફાયર વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કરજણ ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નિયમિત કટોકટીના સમયે લેવામાં આવતા પગલાંઓ વિશે કાર્યક્રમો યોજી લોકોને અવગત કરી એક સરાહનીય કામગીરી કરવામાં આવે છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

SOU ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’ મા સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

નેત્રંગનાં ભોટ નગર ઊડી ગામે ગરીબો માટે અનાજની કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વાંકલ : દિલ્હીમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમોને ફાંસીની માંગ સાથે વાલ્મિકી સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!