Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના હલદર રેલવે ફાટક નજીક ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા યુવકનું મોત.

Share

ભરૂચના ચાવજ અને નબીપુર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા હલદર ગામ નજીક ફાટક પાસે એક અજાણ્યો યુવક કોઈપણ રનીંગ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા સારવાર દરમિયાન યુવકનું મોત જોવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હલદર નજીક ફાટક પાસે કિમી નંબર 334 / 30 પર અપડાઉન રેલવે લાઇનની વચ્ચે એક અજાણ્યો યુવક ઉં. વ. 34 કોઈપણ રનિંગ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા યુવકને શરીરે થયેલી ગંભીર ઇજાઓના કારણે 108 દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

સારવાર દરમિયાન યુવકનું મોત નીપજવા પામ્યું છે. મૃતક યુવક આછા વાદળી રંગના આખી ભાઈનું શર્ટ તથા રાખોડી રંગનો પેન્ટ પહેર્યો છે ઘટનાની જાણ થતા ભરૂચ રેલ્વે પોલીસ મથકના એ એસ આઈ તુલસીભાઈ રામાભાઇએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના વાલીવારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામે હાઇવે ઉપર થયેલ લૂંટના આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખ તેમજ પાણી વિભાગના ચેરમેનને કરાઇ રજૂઆત

ProudOfGujarat

આપમાંથી કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું, સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!