Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોરમાં ગોમતી ઘાટ પર મઢૂલીના છતનો ભાગ પડી જતાં ભાગદોડ મચી. 

Share

યાત્રાધામ ડાકોરમાં આજે ગોમતી ઘાટ પર બનાવમાં આવેલ મઢૂલીના છતનો અમૂક ભાગ ધરાશાઈ થયો હતો. આ ઘટનામાં મઢૂલી નીચે કોઈ ન હોય જાનહાનિ ટળી હતી.

ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી ઘાટ ઉપર મઢૂલીઓ બનાવમાં આવી હતી. આજે વહેલી સવારે મઢૂલી ઉપરનો અમૂક ભાગ એકદમ પડી જતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. જોકે સવારનો સમય હોય ઓછી ચહલપહલના કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. આ ઉપરાંત મઢુલી નીચે કોઈ વ્યક્તિ નહોવાને કારણે જાનહાનિ ટળી હતી. આ ઘટના જો રવિવારે ઘટી હોત તો જાનહાનિ સર્જાત દર રવિવારે શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો હોવાથી ચોક્કસથી જાનહાનિ સર્જાત. એક બાદ એક મઢુલીઓ તૂટી રહી છે છતાં કોઈ સમારકામ નહી કરવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટ ઓર્ડર કરશે.

ProudOfGujarat

બે દિવસ પુર્વે ઘોઘાગેટ પાસેથી ચોરી થયેલ એક્સેસ સ્કુટર ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને સ્કુટર સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!